Boom Live DVC

Boom Live

Boom Live DVC

For Boom Live, ShrtFrm produced a horizontal digital video commercial. The film introduces Boom Live’s platform, focusing on its features and user experience. The intent was to provide a clear overview for potential users.

Delivered on brief, on time.

— Spoken, verbatim

હિતેશ કરમનથી. આવતો જ હશે. તું બેસ.

તમે શું કરો? હું સોશિયલ વર્કર છું. કયા ક્ષેત્રમાં? આરોગ્ય, પુનર્વસન, ઘરેલું ઉપચાર, બાળ ઉછેર, સાહિત્ય વગેરે વગેરે. અરે વાહ! મને સાચી નહોતી ખબર કે મારા મિત્રની મમ્મી આટલી ફેમસ છે. તમારી સંસ્થા ક્યાં છે? અહીંયા ઘરમાં જ. અહીંયા?

ઓહ, વર્ક ફ્રોમ હોમ. તમારો સ્ટાફ તો કેટલો મોટો હશે નહીં? ના ના, હું એકલી જ છું. એકલા કેવી રીતે કરો છો? ફોરવર્ડ કરીને. હું સમજ્યો નહીં. આ જે ઇન્સ્ટા, વોટ્સએપ, ફેસબુક પર મેસેજ આવે ને એ બધા હું ફોરવર્ડ કરું છું. અચ્છા, તો તમે SMW છો? હા. સોશિયલ મીડિયા વર્કર. હા એ જ.

હવે આ બધા મેસેજ આપણે કોઈને ફોરવર્ડ કરીએ તો એ લોકોનું ભલું જ થાય ને? આ પણ એક સમાજ સેવા જ થઈ ને? હા, નઈ નઈ, એકદમ સાચી વાત છે પણ તમે ચેક તો કરતા જ હશો ને? શું? મેસેજીસ ફોરવર્ડ કરતા પહેલા. એ બધા મેસેજીસ સાચા તો ન હોય ને?

હા, કરું છું ને ચેક. અ છે મારા સ્ત્રોતો. કયા સ્ત્રોત? એ ના કહેવાય. નઈ મારા પાસે પણ એક સ્ત્રોત છે. એ સ્ત્રોતથી છે ને જ્યારે તમને કોઈ પણ સમાચાર નકલી અથવા માહિતી ખોટી લાગે તો તમે તરત વોટ્સએપ પર મેસેજ કરીને ચેક કરી શકો. દેખાડું.

બૂમ લાઈવ, ખોટી અફવાઓનો દુશ્મન અને સત્યનો મિત્ર. તો હું એ ફોરવર્ડ કરું? શું? બૂમ લાઈવનો વોટ્સએપ નંબર. નઈ તમને તો મારા સોશિયલ મીડિયા વર્કમાં બહુ હેલ્પ થાશે ને? હા, એ થઈ ગયું. લો, હિતેશ આવી ગયો. અરે અરે અરે, તમે બેસો ને. તમને બૂમ લાઈનનો ટિપ લાઈન નંબર મેસેજ કર્યો છે. ઈ સેવ કરો. દરવાજો હું ખોલી દઈશ. હે? ચલો.

The kind of film that ships and stays shipped.