
Boom Live
Boom Live - Gujarati Aunty
Boom Live commissioned a short-form social video titled 'Gujarati Aunty.' The vertical film was designed for digital platforms and runs 143 seconds. The project aimed to engage audiences with culturally relevant content.
Built for the scroll.
— Spoken, verbatim
હિતેશ ઘરમાં નથી આવતો જ હશે તું બેસ
તમે શું કરો?
હું સોશિયલ વર્કર છું. કયા ક્ષેત્રોમાં?
આરોગ્ય પુનર્વસન, ઘરેલું ઉપચાર, બાળ ઉછેર, સાહિત્ય વગેરે વગેરે.
અરે વાહ મને સાચી નહોતી ખબર કે મારા મિત્રની મમ્મી આટલી ફેમસ છે. તમારી સંસ્થા ક્યાં છે?
અહીંયા ઘરમાં જ
અહીંયા?
ઓહ વર્ક ફ્રોમ હોમ. તમારા સ્ટાફ તો કેટલો મોટો હશે ને?
ના ના હું એકલી જ છું.
એકલા કેવી રીતે કરો છો?
ફોરવર્ડ કરીને.
હું સમજ્યો નહીં.
આ જે ઇન્સ્ટા, વોટ્સએપ, ફેસબુક પર મેસેજ આવે ને એ બધા હું ફોરવર્ડ કરું છું.
અચ્છા તો તમે SMW છો?
હા
સોશિયલ મીડિયા વર્કર.
હા એ જ.
હવે આ બધા મેસેજ આપણે કોઈને ફોરવર્ડ કરીએ તો એ લોકોનું ભલું જ થાય ને. આ પણ એક સમાજ સેવા જ થઈ ને.
હા નઈ નઈ એકદમ સાચી વાત છે પણ તમે ચેક તો કરતા જ હશો ને?
શું?
મેસેજીસ ફોરવર્ડ કરતા પહેલા એ બધા મેસેજીસ સાચા તો ન હોય ને?
હા કરું છું ને ચેક. છે મારા સ્ત્રોતો.
કયા સ્ત્રોતો?
એ ના કહેવાય.
નઈ મારા પાસે પણ એક સ્ત્રોત છે.
એ સ્ત્રોત છે.
જ્યારે તમને કોઈ પણ સમાચાર નકલી અથવા માહિતી ખોટી લાગે તો તમે તરત વોટ્સએપ પર મેસેજ કરીને ચેક કરી શકો.
દેખાડું.
બૂમલાઈવ ખોટી અફવાઓનો દુશ્મન અને સત્યનો મિત્ર.
તો હુંય ફોરવર્ડ કરું?
શું?
બૂમલાઈવનો વોટ્સએપ નંબર. નઈ તમને તમારા સોશિયલ મીડિયા વર્કમાં બહુ હેલ્પ થાશે ને?
હા એ થઈ ગયું.
લો હિતેશજી આવી ગયા.
અરે અરે અરે તમે બેસો ને. તમને બૂમલાઈવનો ટિપલાઈન નંબર મેસેજ કર્યો છે. ઈ સેવ કરો. દરવાજો હું ખોલી દઈશ.
ચલો.



